Tuesday 26 June 2012

What is DLNA in mobile ?

DLNA, શબ્દ કે જે હવે સરળતાથી નવા Smartphone, Media Players , TVs , Digital Camera અને ઘણા વધુ બીજા ઉપકરણોના Specifications માં જોવા મળે છે, પરંતુ સામાન્ય ખરીદદારો DLNA ટેકનોલોજી વિશે અજાણ હોય છે.આજે, મોટા ભાગના નવાં Android સ્માર્ટફોન ખરીદદારો તેમના આગામી Device માં DLNA સર્ટિફિકેટ માગે છે, પરંતુ ભાગ્યે જ તેમાંથી કોઈ DLNA ના વાસ્તવિક ક્ષમતા વિશે જાણે છે.મેં અહી DLNA પર સંપૂર્ણ માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કર્યો છે.

DLNA Logo
DLNA Logo
DLNA એ ઘરમાં DLNA Certified Devices વચ્ચે Music,વિડીયો અને ચિત્રો જેવો Data Share કરવા માટે અમુક માપદંડો નક્કી કર્યા છે પછી ભલે તે Device ગમે તે Company નું હોય. હાલ પુરતું તમારે તમારો બધો જ Digital Stuff , DLNA Certified Network Storage Drive પર રાખવાનો રહેશે અને કોઈ પણ જાતના Configuration કે Set Up વગર તમે DLNA સક્ષમ Device પર જેવા કે TV”s, DVRs, Gaming consoles, Smartphones, Computers, Printers અને બીજા ઘણા બધા devices પર જોઈ શકો છો.

DLNA સાથે તમે શું કરી શકો?

               

આ પ્રશ્ન જ તમારા ધ્યાન માં આવતો હશે કે એવું તે શું આપણે DLNA થી કરી શકીએ છીએ ? તો આ રહ્યો જવાબ....

તમે  વિડીયો જોઈ શકો છો :-

ધારો કે તમે ક્યાય બહાર ફરી આવ્યા અને તમે તમારા વિડીયો Camera થી Record કરેલા વિડીયો તમે તમારા Computer માં Save કર્યા.હવે તમારે હવે એ વિડીઓ તમારા Family સાથે બેસીને વધુ મોટી Screen એટલે કે TV પર જોવો છે. હવે ?

સામાન્ય રીતે :- તમે એ વિડીઓ ને DVD પર Computer ની મદદથી Burn કરશો અને પછી તેને DVD કે જે TV જોડે attach કરેલું છે તેની મદદથી જોશો. અથવા તો તમારા Laptop માં HDMI Out Port હશે તો તેના મદદથી TV પર જોશો.તેમાં પણ તમારે Cable ની માયાજાળમાં તો પડવું જ પડશે.
  
DLNA સાથે :- જો તમારી જોડે DLNA Certified Device હશે તો ફક્ત તમારે એ વિડીઓને તમારા DLNA certified NAS (Network attached storage) પરથી Call કરવાનો રહેશે.જેથી તમારો વિડીઓ સરળતાથી કોઈ પણ Cable ની ઝંઝટ વગર ચાલી શકશે !!!

સંગીત સાંભળી શકો છો :-

સામાન્ય રીતે જયારે તમારે કોઈ  ગીત સાંભળવું હોય તો પહેલા તમારે Audio CD Burn કરવી પડે પછી TV પર સાંભળી શકો। પરંતુ જો તમારી પાસે DLNA Certified Device હોય તો તમારે ફક્ત એ ગીત DLNA certified NAS (Network attached storage) પરથી Share જ કરવાનું રહે.

              

Slide-Show કે Print પણ આપી શકો છો :-  

કોઈ પણ જાતનો Slide-Show તમે DLNA Certified Device પર Share કરી શકો છો.આ ઉપરાંત તમે Print પણ આપી શકો છો.
  
ટૂંકમાં , DLNA તમને બધી પ્રકારની Cableની ઝંઝટ માંથી છુટકારો અપાવે છે.

DLNA Certified Device market માં વિપુલ પ્રમાણ માં ઉપલબ્ધ છે.આ ઉપરાંત જે પણ નવા Device આવશે એ DLNA Certified જ આવશે.
  
કેટલાક DLNA સક્ષમ ઉપકરણો :- 
                          

Mobiles
Samsung Galaxy Note
Samsung Galaxy SIII 

Samsung i9000 Galaxy S
Sony Ericssson Xperia Arc
Sony Ericsson Xperia Miro   
HTC Sensation
HTC One S
LG Optimus L7 P700

LG Optimus 2X
LG Optimus L3 405 
Motorola Defy +
Nokia E5
Nokia 808 Pureview

Television
BRAVIA™ HD TV (LED & LCD) – HX925 Series

Digital Media Player
LG Media Station MS400

Gaming consoles
Sony Playstation CECHH00

Router
D-link HD Media Router 3000 DIR-857

Netwrok attached storage
Seagate BlackAmor NAS 220 2TB

Camera
Sony Cybershot DSC-G3

Printer
HP Photosmart Premium Fax All-in-One Printer CQ521

Rate this posting:


FacebookDiggStumbleDeliciousTwitterTechnorati

0 comments:

Post a Comment